Pages

Friday, September 3, 2021

જે થાય તે સારા માટે જ થાય

જે થાય તે સારા માટે જ થાય

જે થાય તે સારા માટે જ થાય - રોહન પરમાર


" મનનું થાય તો સારુ અને મનનું ન થાય તો વધુ સારું કેમ કે જે થાય તે સારા માટે જ થાય છે "


એક વખતની વાત છે અકબર અને બીરબલ બંને સૈનિકો ને લઈને શિકાર પર નીકળ્યા હતા. શિકારના સમયે તલવાર કાઢતા અકબરનો અંગૂઠો કપાઈ ગયો. અકબર ખૂબ ચિંતિત થઈ ગયા અને તેને તરત જ સૈનિકે કહ્યું ; સૈનિક જલ્દી વેદ્યને લઇ આવો મારો અંગૂઠો કપાઈ ગયો છે અને ખૂબ જ લોહી નીકળે છે.


પાછળથી બિરબલ આવી ને બોલ્યો; " લોહી નીકળે છે ત્યાં કપડું બાંધીને આરામ કરો, સારું થાય જશે. જે થાય તે સારા માટે જ થાય છે...... "


અકબર (ખૂબ ગુસ્સે થઈ ને) : તું મને આવું કે છો બિરબલ હું તને મારો પોતાનો સમજતો હતો અને તું.....

આવું કહે છો.


પછી અકબર સૈનિકોને કહે છે કે હવે વેદ્યને પછી બોલાવજો પેલા બીરબલની મારી નજર સામેથી લઈ જાવ. તેને આખી રાત ઊંધો લટકાવી ને ચાબુક થી મારો અને સવારે ફાંસીએ ચડાવી દેજો.


અકબરની આજ્ઞાનું પાલન કરીને સૈનિકો બિરબલ ને લઈ ગયા અને બીજા સૈનિકો સાથે અકબર શિકાર પર જંગલમાં નીકળ્યા. થોડી જ વારમાં જંગલમાં અચાનક તેજ વાવાઝોડું આવ્યું અને અકબર, સૈનિકોથી જુદા પડી ગયા.


જંગલ માં આમ-તેમ ભટકતા-ભટકતા અકબર ભીલોના ટોળા વચ્ચે આવી ગયા અને ભિલો અકબરને ઉપાડી તેમને તેમની દેવીની મૂર્તિ પાસે બલી ચઢાવવા લઈ ગયા. હજી અકબરની બલી ચડાવવાની જતી ત્યાં તેમાંથી એક ભીલ બોલ્યો ; નહિ ચડે .... નહિ ચડે .... આ માણસ ની બલી નહિ ચડે.

બીજા બધા ભીલો એ પૂછ્યું કેમ નહિ ચડે 


એટલે પાછો પેલો ભીલ બોલ્યો " આ મનુષ્ય અંગૂઠો કપાઈ ગયેલો છે આ મનુષ્ય અશુદ્ધ કહેવાય આ માણસની બલી નહીં ચડી શકે " એમ કહીને અકબરને છોડી દીધા.


અકબર જંગલ માંથી મહેલ તરફ પાછા ચાલ્યા અને મન માં એક જ વિચાર કરે કે  બીરબલે જે કહ્યું હતું એ સાચું હતું કે જે થાય તે સારા માટે જ થાય. ત્યાં જ તેને અચાનક યાદ આવ્યું કે આજે બીરબલને ફાંસી ચડવાની છે. અકબર દોડતા આવ્યા મહેલ તરફ પોહચ્યા હજી ફસી ચડતી  જ હતી ત્યાં ફાંસી ને રોકાવી અને બિરબલ ના પગે પડી ગયા અને કહ્યું ; " બીરબલ મને માફ કરી દે તે સાચું હતું જે થાય તે સારા માટે જ થાય છે.

 

મને માફ કરી દે! મને માફ કરી દે! "


બીરબલ (શાંત અવાજે) : માફી માગવાની જરૂર નથી મહારાજ ! જે થાય તે સારા માટે જ થાય છે.


અકબર : બીરબલ ! તું પાગલ થઇ ગયો છે તે આખી રાત ચાબુકથી માર ખાધો અને હજી પણ કહે છે કે જે થાય તે સારા માટે થાય


બીરબલ : મહારાજ ! જો તમે મને મહેલ પાછો મોકલી દીધો ચાબુક અને ફસી સજા માટે જો તમે મને તમારી સાથે રાખ્યો હોય તો તમારી બદલે મને ફસી ચડી ગઇ હોત તો પેલા ભીલો તમારી જગ્યાએ મારી બલી ચડાવી દીધી હોત.


પછી અકબરને સમજાયું કે જે થાય તે સારા માટે જ થાય છે.........


આ બોધ ભાગવતગીતા માં પણ સમજાવ્યો છે કે જે થાય તે સારું જ થાય.....


ભાગવત ગીતા જ્ઞાન - રોહન પરમાર 


कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । 


અર્થ :- ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન ને કહ્યું " તું માત્ર તારું કર્તવ્ય નિભાવ, તેનું ફળ હુ નક્કી કરીશ "