મિત્રતા - ગઝલ
મિત્ર વિના નું જીવન કેવું
જાણે મોતી વિનાની માળા
એક એવો ધોધ છે મિત્રતા
જેમાં પડ્યા પછી વહેતા રહેવું પડે
એક એવો દીપ છે મિત્રતા
જેમાં એક સાથે બળવું પડે
એક એવું રણ છે મિત્રતા
જેમાં ખીલેલું વન દેખાતું પડે
એક એવું આકાશ છે મિત્રતા
જેમાં બારેમાસ મેઘધનુષ્ય દેખાતું જણાય
એક એવો સંબંધ છે મિત્રતા
જેમાં જીવન શ્વાસ અને ધબકાર છે
એટલે તો જિંદગી લાગે સરળ
જ્યારે મિત્ર હોય તમારી અરસપરસ
- રોહન પરમાર




No comments:
Post a Comment