Pages

Sunday, October 3, 2021

જીવન ની ડાયરી - ભાગ 1 અપેક્ષા

જીવન ની ડાયરી - ભાગ 1 અપેક્ષા


અપેક્ષા જેને ગુજરાતી ભાષા માં આશા (Expectations) પણ કહી શકાય.


અપેક્ષા શું છે ?


આપણે સમજીએ છીએ કે દુનિયા આવી હોવી જોઈએ, તેવી હોવી જોઈએ પણ હકીકત માં આવી છે જ નહિ અને હુ તેને બદલી શકું (જે શક્ય જ નથી) એને આશા કેહવાય.


જો આ દુનિયા તમારા થી નહિ બદલાયા તો તમને3 દુખી થશો જ ....


આપણને એવું લાગે કે આ દુનિયા ને હુ બદલી શકું અને કદાચ એ બદલી પણ જાય તો પણ નુકશાન આપનું જ છે અને આપણે જ દુખી થાશું.


કઈ રીતે ?


એક પત્ની પતિ ના ઝઘડા ની શરૂઆત ક્યાંથી થાય, જ્યારે પતિ કહે કે તારે મારી દરેક વાત માનવી પડશે અને એ પત્ની માને પણ ખરા અને પછી એ પતિ ની વધુ આશા ઓ રહશે તેની પત્ની પ્રત્યે એમાં નુકસાન પતિ નું જ હોય છે ભલે ને પછી પત્ની તેની દરેક આશાઓ પૂરી કરે. આ વાત કોઈ જ સમજી શકે.


પતિ કહે કે તારે લાજ કાઢવી જ પડશે અને પત્ની લાજ કાઢશે પણ ખરા કેમ કે પત્ની ને તો એમ જ હશે કે એક તો વાત છે ચાલ માની લવ. આમ પતિ ની આશા પૂરી થાય જાય છે.


હવે પતિ અહીંયા જ પૂરું નય કરે, કાલે કંઇક બીજી, વાત મૂકશે પછી ત્રીજી, આવું અનેક વાર થશ અને પોતાની અપેક્ષા વધારતો જ જશે. થોડા જ સમય માં એ પત્નિ તેને છોડી દેશે.


પછી એ પતિ ની હાલત ખૂબ જ ખરાબ થશે કેમ કે હવે તેને કદાચ બીજા લગ્ન કરશે તો પેહલા જેવી મળશે નય કે તેના પતિ ની દરેક અપેક્ષા પૂરી કરે અને પછી ખૂબ દુખી થશે. 


સારાંશ : આ દુનિયા જેવી છે એવી જ સારી છે કઈ બદલવા ની જરૂર નથી. અપેક્ષા રાખશો કે નય રાખો નુકશાન તો આપણું જ છે. આશા રાખશો તો દુખી જ થશો. જેવી તમે કોઈ પર અપેક્ષા રાખશો તો આ દુનિયા ની કોઈ તાકાત તમને દુખી થતા નય રોકે.


મારું જ ઉદાહરણ લઇ લો શું મે આ Artical લખવા માં કઈ આશા રાખી હશે ? 


નહિ ....


મને ગમે છે એટલે કલમ ઉપાડી ને લખવા માંડું છું કારણ કે મને મારા વિચારો લખવા ગમે છે. પણ મને કોઈ અપેક્ષા નથી. 






No comments:

Post a Comment