નિઃસ્વાર્થ સેવા કરું છું - ગઝલ
કઈ મળે કે ના મળે નિઃસ્વાર્થ સેવા કરું છું
કોઈ કઈ આપે કે ન આપે નિઃસ્વાર્થ સેવા કરું છુ.
મળી કોઈક ની નિંદા ને મળ્યો કોઈક નો આભાર.
રૂડા ધન્યવાદ ના શબ્દો કોઈ આપે કે ના આપે નિઃસ્વાર્થ સેવા કરું છું.
કોઈએ મદદ સમજી તો કોઈએ ટેકો સમજ્યો
આનું ઋણ ચૂકવનાર કોઈ મળે કે ના મળે નિઃસ્વાર્થ સેવા કરું છું.
"રાહુ" તું કરતો રેજે આ કામ કોઈ સ્વાર્થ વગર
આનું મૂલ્ય ભગવાન આપશે દશે ગણું
હું નિઃસ્વાર્થ સેવા કરું છું.....
હું નિઃસ્વાર્થ સેવા કરું છું......
- રોહન પરમાર
No comments:
Post a Comment