Pages

Saturday, November 6, 2021

દિલ થી જીવી લો થોડું - ગઝલ

દીલથી જીવી લો થોડું - ગઝલ 



કદીક સીધું, કદીક આડું, 
ચાલ્યાં કરવાનું આ ગાડું. 

કર્મની ઘંટી દળતી રહેતી,
થોડુંક ઝીણું, થોડુંક જાડું.

સપનાંઓને રોકો ત્યાં તો, 
ઈચ્છાઓનું આવતું ધાડું

આંસુનાં તોરણો બાંધીને આંખો પૂછે, સેલ્ફી પાડું ?

થોડુક નિઃસ્વાર્થ રહી ને મદદ કરતા રહીએ, 
આ ભગવાન ને ખુશ કરતા રહીએ 

આ જીવન છે જ અક્વીતરું બસ, 
દિલ થી જીવી લો થોડુ થોડું આપના માટે ને થોડું બીજા માટે.....

દિલ થી જીવી લો થોડું.....
દિલ થી જીવી લો થોડું.....

- રોહન પરમાર


No comments:

Post a Comment