Pages

Saturday, November 6, 2021

નવાવર્ષ ની ગઝલ - રોહન પરમાર

નવાવર્ષ ની ગઝલ - રોહન પરમાર 


વીતેલા દિવસો પાછા નહિ આવે,
સમયની કિંમત સમજતા થઈએ.....

વાક મારો હતો કે તારો 
એ વાત ને હવે ભૂલતા થઈએ.....

અરસ પરસ થોડું સહન કરી લઇ ને 
ચાલો સંબંધો સાચવતા થઈએ.....

માત્ર આજ આપણને મળી છે.
કાલની કોઈ ને ક્યાં ખબર છે.....

ચિંતા ની ગાંઠ બાજુ માં મૂકી 
ચાલ હરપળ માં જીવતા થઈએ.....

નમીએ, ખમીએ, બધા સાથે રહીને
એક બીજા ને ગમતા થઈએ.....

સુખ દુઃખ માં એક બીજાને કહીએ
"તમે ચિંતા કરોમાં હુ છુ ને"

એક બીજાની અદેખાઈ સ્પર્ધા તજીએ 
એક બીજા ને પૂરક બનીએ.....

નિઃસ્વાર્થ સેવા થી ભગવાનને અને નિઃસ્વાર્થ લાગણી અને સંબંધ થી માણસ ને ખુશ કરી ને ચાલ બધા ના દિલ માં વસતા શીખીએ.....

" નૂતન વર્ષ ની હાર્દિક શુભકામનાઓ "

- રોહન પરમાર

No comments:

Post a Comment